આણંદ

ભેટાસી સીમમાં પરોઢીયે કટીંગ વેળા દરોડો, રૂા.8 લાખનો દારૂ અને ચાર વાહનો કબજે

ઘઉના કટ્ટાની આડમાં દારૂનો જથ્થો છુપાવી લાવવામાં આવ્યો હતો, એલસીબીએ એકને પકડયો, ૩ વોન્ટેડ

આંકલાવ તાલુકાના ભેટાસી સીમમાં પરોઢીયે દારૂના કટંગ કરતી વેળાએ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ફિલ્મી ઢબે પહોંચી જતા જ બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે જોકે, એક શખસનો પીછો કરી ઝડપી પાડ્યો હતો. જેમાં સ્થળ પરથી પોલીસે ટ્રક, કાર, બે મોપેડ અને રૂપિયા 8 લાખનો દારૂ અને ઘઉંના કટ્ટા મળી કુલ રૂપિયા 38.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં ઘઉંના કટ્ટાની આડમાં દારૂનો જથ્થો છુપાવી હેરાફેરી કરીને દારૂ લાવવામાં આવ્યો

હોવાનું ખૂલ્યુંહતું આ અંગેની પોલીસ સૂત્રો દ્વારાપ્રાપ્ત માહિતી અનુસાર, ભેટાસી વાંટા ગામ સ્થિત હિમ્મતપુરાની સીમમાં કેટલાંક શખસો ભેગા મળી વિદેશી દારૂનું કીંગ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાતમીવાળા સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં એક કુવાવાળા ખુલ્લા ખેતરમાં ટ્રકમાંથી વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. પોલીસની ગાડીઓ જોઈને બુટલેગરોમાં અફરાતફરી મચી ગઈ હતી. કેટલાંક અંધારાનો ગેરલાભઉઠાવી ખેતરાળ માર્ગે ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ઘેરાબંધી કરીને એક શખસને દબોચી લીધો હતો. પોલીસે તેના નામ-ઠામની પૂછપરછ કરતા ભાઈલાલ મનોર પઢિયાર અને મુજકુવાનો રહેવાસી હોવાનું ખૂલ્યું હતું, પોલીસે સ્થળ પરથી તપાસ કરતા પોલીસની નજરમાંથી બચવા માટે ટૂંકમાં ઘઉંના કટ્ટાની આડમાં દારૂનો મસમોટો જથ્થો છુપાવ્યો હોવાનું ખૂલ્યું

હતું. ઘટનાસ્થળેથી પોલીસે વિદેશી દારૂ અને બિયરની કુલ 87 પેટીઓ કિંમત રૂપિયા 8.23 લાખ કબજે કરી હતી. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલી ટ્રક, એક કાર અને બે મોપેડ સહિત કુલ રૂપિયા 38.85 લાખનો મુદ્દામાલ કબજે કરીને ફરાર થયેલા શખસના નામ-ઠામની પૂછપરછ કરતા ભેટાસીના પનશ્યામ ઉર્ફે ગનો, સામરખાના રાજદિપ ઉર્ફે મોન્ટુ અને ટૂંકનો અજાણ્યા ચાલક હોવાનું જણાવ્યું હતું. ત્રણેય શખસ પોલીસ ચોપડે વોન્ટેડ છે. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!