ગુજરાત

અંકલેશ્વર-પીરામણ રોડ પર પાણી ભરાવાની સમસ્યાનો અંત

માર્ગ અને મકાન વિભાગે રોડ અને વરસાદી ગટરોના નિર્માણથી વર્ષોથી ચાલતી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યો

અંકલેશ્વર : રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વર-પીરામણ રોડ પર દર વર્ષે ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની વર્ષો જૂની ગંભીર સમસ્યાનો હવે કાયમી ઉકેલ લાવી દેવામાં આવ્યો છે.

 

ગત સમયમાં અંકલેશ્વરના શ્યામનગર અને હેપ્પીનગર વિસ્તારમાં સામાન્ય વરસાદ દરમિયાન પણ રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હતી. જેના પરિણામે સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક રહેવાસીઓ તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાને રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વર-પીરામણ રોડને આર.સી.સી. (RCC) બનાવવા સાથોસાથ રોડની બંને બાજુ પૂરતી ક્ષમતા ધરાવતી વરસાદી ગટરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના કારણે વરસાદી પાણીનો અત્યંત ઝડપથી નિકાલ થાય છે, જેથી ભારે વરસાદમાં પણ રસ્તા પર પાણી ભરાતું નથી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!