ઉમરેઠ હનુમાનજી મંદિર ચોરી કેસનો ભેદ ઉકેલાયો..
આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સાથે ચોરીનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

ઉમરેઠના ઓડ બજાર પરબડી પાસે આવેલા હનુમાનજી મંદિરમાં થયેલી ચોરીનો ભેદ આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ઉકેલી લીધો છે. પોલીસે આરોપીને ઝડપી પાડી ચોરીમાં ગયેલો મુદ્દામાલ કબ્જે કર્યો છે..
આ કામગીરી પોલીસ મહાનિરીક્ષકશ્રી અમદાવાદ વિભાગના માર્ગદર્શન હેઠળ તથા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના સૂચન અનુસાર હાથ ધરવામાં આવી હતી.
એલ.સી.બી. પીઆઈ એચ.આર. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આણંદ–બોરસદ ચોકડી પાસે નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
પોલીસે મોટરસાયકલ અને મોબાઈલ અંગે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપીએ ઉમરેઠ હનુમાનજી મંદિરમાંથી ચાંદીની ગદા તથા હરસિદ્ધિ માતાજીનું ચાંદીનું મુખારવિંદ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ તેમજ મોટરસાયકલ અને મોબાઈલ મળી કુલ રૂ.૪૯,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે..



