“મોલેસ્લામ ગરાસિયા સમાજ સેવા ટ્રસ્ટ”નાપા વાંટા (સમૂહલગ્ન કમિટી) દ્વારા આયોજિત
૧૨મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજાયો

નાપા વાંટા, તા._૭/૧૨/૨૫ રવિવાર નારોજ
સમસ્ત મોલેસ્લામ ગરાસિયા સમાજ નાપા વાંટા દ્વારા ૧૨મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સુખદ માહોલમાં સફળતાપૂર્વક યોજાયો. સામાજિક એકતા, પરસ્પર પ્રેમ અને સેવાનો સંદેશ આપતા આ આયોજનથી સમાજમાં નવો ઉત્સાહ પ્રેરાયો. આયોજનનું સંચાલન નાપા ગામની વિવિધ કમિટીઓ અને સહયોગી મિત્ર મંડળો દ્વારા જેમકે,ગૌષીયા કમિટી તેમજ મકનશહિદ મિત્રમંડળ, સાથી ગ્રુપ, બી.કે. ગ્રુપ, નાનો વડ સરકાર ગ્રુપ, અહેમદ નગર કમિટી, કે.જી.એન. મિત્રમંડળ, અને ચોપાટ યંગ કમિટી — દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજના હિતેચ્છુક અને લોકોના ઉત્સાહ વચ્ચે ૧૯ યુગલોના પવિત્ર લગ્ન (નિકાહ) સંપન્ન થયા. નવા દંપતિઓને સમાજ તરફથી દુઆઓ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તદુપરાંત, સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે માર્ગદર્શક બનેલા દાતા શ્રીઓનું અને એમાં આમંત્રિત મહેમાનોનું કમિટી દ્વારા પુષ્પગુચ્છ થી સન્માન કરી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. દાતાશ્રીઓની નિઃસ્વાર્થી સેવાને સમાજે વિશેષ રૂપે વધાવી. આ પ્રસંગે સમસ્ત ગ્રામજનો અને સમાજના આગેવાનો, મહેમાનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવ જેવા સકારાત્મક અને લોકહિતકારી કાર્યક્રમો સમાજના સર્વાંગી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થાય છે..




