ગુજરાતની વધુ નજીક આવ્યું વાવાઝોડું, NDRF ટીમ દરિયા કાંઠે તૈનાત, આ જિલ્લાઓને એલર્ટ જાહેર
Cyclone Alert : અરબી સમુદ્રમાં ડિપ્રેશનને લીધે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી. દરિયા કિનારે ભારે પવન આગામી ફૂંકાવાની શક્યસુને ધ્યાને લઈને માછીમારોને આગ વિભાગે સૂચના આપી

Gujarat Weather Update: અરબી સમુદ્રના ડિપ્રેશનને લીધે ફરી એકવાર આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે.
કયા કયા જિલ્લાઓને વાવાઝોડાની અસર થશે
ભરૂચ અને સુરત સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં ભારે વરસાદની પણ આગાહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાને લઈને માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવાની હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, માછીમારોએ સતર્ક રહેવું જોઈએ.
અડધા સૌરાષ્ટ્ર પર વાદળોનું સામ્રાજ્ય
ડીપ ડિપ્રેશનની અસરને પગલે લગભગ અડધા સૌરાષ્ટ્ર ઉપર વાદળો છવાયા છે. ઈનસેટ ઉપગ્રહની લેટેસ્ટ તસ્વીઈરમાં અડધા ઉપરાંતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મુંબઈ ગોવા સુધી વાદળાઓ ખડકાયેલા જોવા મળે છે. સૌરાષ્ટ્રના સાગર કાંઠે વાદળાઓ સતત આવી રહ્યા છે. આજે પણ ઠેર ઠેર વરસાદના એંધાણ છે.
https://x.com/Indiametdept/status/1984463044513051075?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1984463044513051075%7Ctwgr%5Ed5ebe2f11bf900ed99c442a6df9c6e30558bdbf8%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Fgujarat%2Fcyclone-may-hit-gujarat-coastal-districts-any-time-alert-by-weather-department-451728
આજે આ જિલ્લાવાળા સાચવજો
અરબસાગરમાં સક્રિય ડિપ્રેશનના કારણે રાજ્યમાં વરસાદ યથાવત છે. તેથી હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદની આગાહી રહેશે. જેમાં વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી છે. જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, આણંદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદર અને નગર હવેલીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી છે.
પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસ્યો વરસાદ
વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે
પોરબંદર જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં તાલુકા વાઇઝ નોંધાયેલ વરસાદના આંકડા
પોરબંદર ૦૭ મી.મી
રાણાવાવ ૨૧ મી.મી
કુતિયાણામાં ૦૮ મી.મી વરસાદ નોંધાયો
કમોસમી વરસાદ પડતા ખેડુતોને ભારે નુકશા
પોરબંદરમાં એનડીઆરએફ તૈનાત
વડોદરાના એનડીઆરએફ 6 બટાલીયનના ઈન્સ્પેક્ટર બસંત ટીરકેએ જણાવ્યું કે, પોરબંદર જિલ્લામાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ એનડીઆરએફની એક ટીમ ફાળવવામાં આવી છે.રાજ્યમાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આગોતરા પગલા લીધા છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં રાહત અને બચાવકાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનડીઆરએફ બટાલીયન 6 વડોદરાની એક ખાસ ટીમની ફાળવણી કરવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આ ટુકડીમાં ઇન્સ્પેક્ટર સહિત 30 જવાનોની આ ટીમ રેસ્ક્યુની આધુનિક સાધન સામગ્રી સાથે પોરબંદર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
24 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3.5 ઈંચ વરસાદ અને અમરેલીના ખાંભામાં 3 ઈંચ વરસાદ વરસ્યો. ભાવનગરના તળાજામાં 2.5, મહુવામાં 2 ઈંચ વરસાદ, અમરેલીના જાફરાબાદમાં 2 ઈંચથી વધારે વરસાદ રહ્યો. ગીરસોમનાથ, દ્વારકા, રાજકોટમાં પણ વરસાદી માહોલ રહ્યો. સુરેન્દ્રનગર, નર્મદા, નવસારી, વલસાડમાં પણ વરસાદ રહ્યો.