આણંદ

આણંદ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશ

આણંદ વિધાનસભા મતવિસ્તારના મતદારો તેમને આપવામાં આવેલ ફોર્મ તા. ૨૦ થી ૨૫ નવેમ્બર દરમિયાન પોતાના મતદાન મથક ખાતે જમા કરાવી શકશે

બી.એલ.ઓ. મતદાન મથક ઉપર તમારી રાહ જોઈ રહ્યા છે, મતદારો જલદી તમારું ફોર્મ જમા કરાવો

 

 

 

 

તા.૨૦ થી તા. ૨૫ નવેમ્બર દરમિયાન આણંદ વિધાનસભા મત વિસ્તારના તમામ બીએલઓ મતદાન મથક ખાતે હાજર રહેશે

 

 

 

 

આણંદ વિધાનસભા મતવિસ્તારના મતદારો પોતાનું SIR ફોર્મ જમા કરાવી શકે તે માટે ખાસ ઝુંબેશ

 

 

 

આણંદ, બુધવાર : ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 

 

 

સમગ્ર રાજ્યની સાથે આણંદ જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. ૪ ડિસેમ્બર સુધી સમગ્ર જિલ્લામાં બુથ લેવલ ઓફિસર દ્વારા ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરી મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને એમ્યુનરેશન ફોર્મ પરત મેળવવામાં આવી રહ્યા છે.

 

 

 

આણંદ જિલ્લામાં તા.૦૪ નવેમ્બરથી હાથ ધરાયેલ આ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૧૧૨- આણંદ મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારી શ્રી ડો. મયુર પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૧૧૨- આણંદ વિધાનસભા મત વિસ્તારના મતદારોને મતદાર નોંધણી ફોર્મ સબંધી કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે આણંદ વિધાનસભા મત વિભાગના તમામ ૨૯૮ મતદાન મથકો ઉપર બીએલઓ તારીખ ૨૦ મી નવેમ્બર થી તારીખ ૨૫ નવેમ્બર સુધી દરરોજ સવારે ૯-૦૦ કલાક થી બપોરે ૧૩-૦૦ કલાક સુધી હાજર રહેશે

 

 

 

જેને ધ્યાને લઈ કોઈ પણ મતદારને મતદાર નોંધણી ફોર્મ સંબંધી કોઈ બાબત જાણવી હોય કે ફોર્મ ભરવામાં કોઈપણ તકલીફ હોય તો તેવા મતદારો રૂબરૂ મતદાન મથક ખાતે જઈને બી.એલ.ઓ. નો સંપર્ક કરી શકશે.

 

 

 

ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલ આ મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ દરમિયાન કોઈપણ લાયક મતદાર રહી ના જાય તે માટે આણંદ વિધાનસભાના તમામ મતદારોને વહેલામાં વહેલી તકે તેમના ફોર્મ જમા કરાવવા આણંદ મતદાર વિભાગના મતદાર નોંધણી અધિકારી શ્રી ડો. મયુર પરમારે અનુરોધ કરી આ ખાસ ઝુંબેશનો લાભ લેવા અપીલ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!