વિકસિત ગુજરાત-૨૦૪૭”ના વિષય પર શ્રી મોટાસુરકા પ્રા.શાળા ખાતે કલસ્ટર કક્ષાના કલા ઉત્સવનું આયોજન થયેલ


અવનવી પ્રતિભાઓનું અનોખું મંચ = કલા ઉત્સવ. જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર તથા ડાયટ – ભાવનગરના સંયુક્ત ઉપક્રમે શ્રી મોટાસુરકા પ્રા.શાળા ખાતે શ્રી જગદીશ્વરાનંદજી કલસ્ટર કક્ષાના કલા ઉત્સવનું “વિકસિત ગુજરાત – ૨૦૪૭” વિષય પર આયોજન કરવામાં આવેલ. જેમાં ખરેખર ભારત દેશની આઝાદીના સો વર્ષની ઉજવણી સમયે આપણા ગુજરાત રાજ્યની કેવી ભવ્યતા અને દિવ્યતા હશે તેના વિષય પર ચિત્ર, બાળ કવિ,સંગીત ગાયન – સંગીત વાદન એમ ચાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.જેમાં જગદીશ્વરાનંદજી કલસ્ટરની તમામ પેટા શાળા અને તેમના 44 વિધાર્થીઓએ હર્ષોલ્લાસ સાથે સહભાગી થયા.શાળા પરિવાર દ્વારા દરેક મહેમાનશ્રીનું પુષ્પ આપી સ્વાગત કરવામાં આવેલ.સ્પર્ધામાં સહભાગી થનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા પેન પ્રોત્સાહન ઇનામ રૂપે આપવામાં આવેલ.જેમાં યજમાન શાળાનાં આચાર્યશ્રી દીપકભાઈ દવે તરફથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ તથા શ્રી વિક્રમભાઈ પરમાર તરફથી વિધાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ.જગદીશ્વરાનંદજી કલસ્ટરના સી.આર.સી. શ્રી પ્રણવભાઈ વ્યાસ દ્વારા આભારવિધિ કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી મોટા સુરકા પ્રા.શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવેલ.