આસોદર સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક મંડળની સામાન્ય ચૂંટણીની યોજાઈ

આજરોજ આસોદર સેવા સહકારી મંડળી આસોદર તા. આંકલાવના વ્યવસ્થાપક મંડળની સામાન્ય ચૂંટણીની ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ૩૪ લોકોએ ઉમેદવારી નોંધાવેલ જેમા ફોર્મ ચકાસણી પ્રક્રિયા બાદ શ્રી મનુભાઈ મેલાભાઈ પઢિયારના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સર્વ સંમતિથી ૧૭ ઉમેદવારોએ ફોર્મ પરત ખેચતા અને એક ફોર્મ રદ જતા નીચેના ઉમેદવારોની બિનહરીફ વરણી કરવામાં આવી. (૧) મનુભાઈ મેલાભાઈ પઢિયાર (૨) વિક્રમભાઈ પ્રભાતભાઈ પઢિયાર (૩)મનુભાઈ નાગરભાઈ પઢિયાર (૪) ભલાભાઈ શનાભાઈ પઢિયાર (૫) શનાભાઈ પઢિયાર (૬) જયેન્દ્રજતી વસંતજતી ગોસ્વામી (૭) ઇન્દ્રવર્ધનભાઈ ગોરધનભાઈ પટેલ (૮) નરવતભાઈ મૂળજીભાઈ પરમાર (૯)ભુપતસિંહ પરબતસિંહ ગોહેલ (૧૦) રતનસિંહ રામસિંહ વાઘેલા (૧૧) પ્રફુલભાઈ દલપતભાઈ પરમાર (૧૨) ભલુભાઈ ધનાભાઈ પઢિયાર (૧૩) દિનેશભાઈ રઈજીભાઈ પઢિયાર (૧૪) દિનેશભાઈ શનાભાઈ સોલંકી (૧૫) વિનુભાઈ ફુલાભાઈ પઢિયાર (૧૬) શાંતાબેન પરસોતમભાઈ પટેલ (૧૭) મહીજીભાઈ ખુશાલભાઈ વણકર



