આણંદ

આજરોજ આણંદ આરટીઓ તથા આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ સાથે તા.16- નવેમ્બર “વિશ્વ સંભારણા દિવસ” એટલે કે જે લોકો માર્ગ અકસ્માતમા મુત્યુ પામેલા હોય તે તમામ જીવાત્માઓને શ્રધ્ધાંજલિ અર્પણ

 

 

આજરોજ આણંદ આરટીઓ તથા આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ સાથે તા.16- નવેમ્બર “વિશ્વ સંભારણા દિવસ” એટલે કે જે લોકો માર્ગ અકસ્માતમા મુત્યુ પામેલા હોય તે તમામ જીવાત્માઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો દિવસ તેમજ અન્ય કોઈ અનીચ્છનીય અકસ્માતના બનાવ બનતા અટકે તે માટે થઈ વધુમાં વધુ લોકોને ટ્રાફિક નીયમો અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવાનો દિવસ નિમિત્તે તમામ મૃતાત્માઓને શ્રધ્ધાંજલી સાથે જાગૃતતા પ્રોગામ આણંદ આરટીઓ કચેરી ખાતે યોજવામાં આવેલ છે જેમાં વધુ સંખ્યામાં આરટીઓમાં આવતા વાહન ચાલકો હાજર રહેલ સૌપ્રથમ કેન્ડલ પ્રગટાવી બે મિનિટનું મૌન રાખી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી ત્યારબાદ હાજર રહેલ નાગરિકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કે માર્ગ અકસ્માત બાદ હું તુરંત જ મદદ કરીશ તેમ જ માનવીની મહામૂલી જિંદગી બચાવીશ તથા મોટર સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ તેમજ મોટરકાર ચલાવતી વખતે સીટબેલ્ટ પહેરીશ અને હીટ એન્ડ રન માર્ગ અકસ્માતના ભોગ બનનારને વળતર આપવા માટેની રાહવીર યોજના વિશે વ્યક્તિઓને જાણકારી આપીશ અને આ સ્કીમ નો લાભ મળે તે સુનિશ્ચિત કરીશ અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ અકસ્માતના ભોગ બનનારને મદદ કરવા અપીલ કરતી આણંદ આરટીઓ તેમજ આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!